Rishi Sunak, (L) looks on as Boris Johnson (Photo by Matt Dunham - WPA Pool/Getty Images)

કેટલાક ટોરી નેતાઓને ડર છે કે ઋષિ સુનક દૂર કરી ન શકાય તેવા નેતા તરીકે સ્થિર થઇ રહ્યા છે અને વડા પ્રધાન અને ચાન્સેલર વચ્ચેનો તણાવ બ્લેર-બ્રાઉન ઇરાની જેમ વર્ષો સુધી ચાલશે. મંત્રીઓ પણ માને છે કે નંબર 10 અને નંબર 11 વચ્ચે તનાવ વધે છે એમ ધ ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું. પેન્શનમાં સુધારણા માટેના ચાન્સેલરનુ દબાણ વડા પ્રધાન માટે એક અલગ જ સપ્તાહ બની રહ્યું હતું.

છેલ્લા 48 કલાકમાં કન્ઝર્વેટિવ બેકબેંચર્સના ખુલ્લા બળવા અને સરકારની યોગ્યતા સામે ફરીથી પ્રશ્નાર્થ ઉભો થવાના બે બનાવ બાદ બોરિસ જ્હોન્સનને 56મો જન્મદિવસ કેબિનેટ રૂમમાં ઉજવ્યો હતો જેમાં ઋષિ સુનક અને સહાયકો ઉપસ્થિત રહ્યા હતા.

જ્હોન્સને કેબિનેટમાં ફેરબદલ થઈ રહ્યો છે તેવો સંકેત આપ્યા બાદ કેબિનેટમાં સામાન્ય કરતાં પણ વધુ તનાવ ચાલી રહ્યો છે. એક મિનીસ્ટરે કહ્યું હતું કે “ઋષિ દ્વારા પાવર-પ્લે કરાય છે તેમ લાગ્યું હતું. તેમને દુર કરવા અશક્ય છે. જ્યારે બોરિસ બ્લંડરીંગ કરે છે ત્યારે સુનક કેપ્ટન સેન્સિબલ છે. તમારે પૂછવું પડશે કે શું આ કેમેરોન-ઓસ્બોર્નની સોફા સરકાર છે કે પછી આપણે બ્લેર-બ્રાઉનના શીટશોમાં હોઈ શકીએ છીએ.”

ડાઉનિંગ સ્ટ્રીટ અને ટ્રેઝરી, બંને સુત્રો આગ્રહ કરે છે કે વડા પ્રધાન અને ચાન્સેલર “લોકસ્ટેપ”માં છે. બેક બેંચનો રોષ સ્પષ્ટ છે. ભૂતપૂર્વ ચીફ વ્હીપ અને ઇન્ટરન્શનલ ડેવલપમેન્ટ સેક્રેટરી એન્ડ્ર્યૂ મિશેલે ધ ટાઇમ્સને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘’બેક બેન્ચનુ વાતાવરણ “સલ્ફરસ” છે. એવી મજબૂત સમજ છે કે ડાઉનિંગ સ્ટ્રીટ પાર્લામેન્ટરી પાર્ટી કરતા કઇંક જુદી જ છે. તેમની માનસિકતા બંકર જેવી છે. તેઓ માને છે કે તેમનો રોલ કોમન્સને આદેશ આપવાનો છે.”

જો કે નંબર 10  પુલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે અને બુધવારે જ્હોન્સને 1922ની ટોરી બેકબેંચર્સ કમિટીની કારોબારી સમિતિની બેઠકમાં ભાગ લેતા કહ્યું હતું કે તેઓ સંદેશાવ્યવહાર સુધારવા અને પાર્ટીને પોતાની સાથે લાવવા માટે વધુ પ્રયાસો કરશે. બોરિસ વધુ જાગૃત છે અને હવે બદલાવ આવી રહ્યો છે. તેઓ એજન્ડાથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.