REUTERS/Francis Mascarenhas
જનસામાન્ય એવી માન્યતા હોય છે કે, ફિલ્મોમાંથી મોટી કમાણી કરતા કલાકારો-ફિલ્મકારોને મોંઘવારી નડતી નથી. પરંતુ ભારતમાં અત્યારે ટામેટાંના ભાવ આસમાને હોવાથી તેની અસર સુનિલ શેટ્ટી પડી છે તેવું જણાય છે.

તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ટામેટાંનાં ઊંચા ભાવને કારણે તેને પોતાનાં ભોજન પર બાંધછોડ કરવી પડે છે. ઉલ્લેખનીય છે કે તે એક હોટલ પણ ચલાવે છે. તેણે એમ પણ જણાવ્યું કે, તે ખંડાલામાં પોતાનાં ફાર્મહાઉસ પર અનેક પ્રકારની શાકભાજી ઉગાડે છે. તે ખંડાલામાં ‘જહાન’ નામનો બંગલો ધરાવે છે અને તેનો ડાઇનિંગ રૂમ તેમની મનપસંદ જગ્યા છે કારણ કે અહીં બેસીને તે અલગ અલગ પકવાન ખાઈ શકે છે.
ઇન્ટરવ્યૂમાં ભોજન અંગેનાં એક પ્રશ્નનાં જવાબમાં તેણે જણાવ્યું કે, તમે આજકાલ ટામેટાંના ભાવ જૂઓ તો નવાઇ પામી જશો. હું એક એપ પરથી શાકભાજી ઓર્ડર કરું છું કારણ કે ત્યાં દુકાનો અને માર્કેટ કરતાં ઓછાં ભાવ હોય છે. જોકે, હું સસ્તા ભાવને કારણે નહીં પણ ત્યાંથી આવતી શાકભાજી તાજી હોય છે. હું અને મારી પત્ની માના એક બે દિવસ ચાલે તેટલું જ શાક લાવીએ છીએ. વળી, હું પોતે હોટેલ પણ ચલાવું છું.
ટામેટાના ઊંચા ભાવને કારણે લોકોને ટેસ્ટ અને ક્વોલિટીમાં સમાધાન કરવું પડે છે, મારે પણ તેવું કરવું પડ્યું છે. લોકોને લાગતું હોય છે કે અમે સુપરસ્ટાર છીએ એટલે અમને મોંઘવારીની કોઈ અસર નથી પડતી. પણ એવું નથી. હું હંમેશા ભાવતાલ કરીને વસ્તુ ખરીદું છું.”

સુનિલ શેટ્ટી તાજેતરમાં જ વેબ સિરીઝ ‘હન્ટર તૂટેગા નહીં, તોડેગા’માં દેખાયો હતો, જેમાં તેણે પોલિસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. આ સિરીઝમાં ઇશા દેઓલ અને કરણવીર બોહરા અને રાહુલ દેવ મુખ્ય ભૂમિકામાં હતા.

LEAVE A REPLY

9 + 6 =