Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

સુપ્રીમ કોર્ટે શનિવારે અવલોકન કર્યું હતું કે જાહેર સંપત્તિની ફાળવણી પારદર્શક હોવી જોઇએ અને મુનસફીના ક્વોટાને આધારે ખાસ કરીને જમીનના પ્લોટના ફાળવણીની સિસ્ટમ રદ કરવાનો સમય આવી ગયો છે.

જસ્ટિસ એમ આર શાહ અને બી વી નાગરથનાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જાહેર સંપત્તિની ફાળવણી પારદર્શક હોવી જોઇએ અને તે વાજબી અને બિનમનસ્વી હોવી જોઇએ. આવી બાબતોમાં જાહેર હિત એકમાત્ર મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત હોવો જોઇએ. મુનસફી ક્વોટામાં પ્લોટની ફાળવણી સત્તા પરના વ્યક્તિ કે અધિકારીના તરંગ આધારિત હોઇ શકે નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે મુનસફીના ક્વોટાના આધારે સરકારી ખેરાત કરવાની સિસ્ટમ નાબૂદ કરવાનો દિવસ આવી ગયો છે, કારણ કે તેનાથી ભ્રષ્ટાચાર, સગાંવાદ અને પક્ષપાત થાય છે. જાહેર સંપત્તિની ફાળવણીમાં જાહેર હિત મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત હોવો જોઇએ.

ખંડપીઠે જણાવ્યું હતું કે લોકતાંત્રિક સરકાર તેની મુનસફીનો ઉપયોગ કરીને તેની બક્ષિસના લાભાર્થીની પસંદ કરે ત્યારે આ મુનસફી નિષ્પક્ષ, તાર્કિક, સમજદારીપૂર્વકની, વાજબી અને પક્ષપાત વગરની હોવી જોઇએ. તેમાં પક્ષપાત ન કરવો જોઇએ. તે સત્તા પરના વ્યક્તિઓ કે જાહેર સેવકોના મનના તરંગો કે અંગત અભિપ્રાય મુજબની ન હોવી જોઇએ.

જસ્ટિસ શાહે જણાવ્યું હતું કે મુનસફીના ક્વોટા હેઠળ જમીનના પ્લોટની ફાળવણી માટે માર્ગરેખા જારી કરવામાં આવી હોવા છતાં એવું જોવા મળ્યું છે કે ઘણીવાર આ માર્ગરેખાનું ભાગ્યે જ પાલન થાય છે અને ગાઇડલાઇનની ઉણપોનો લાભ લેવામાં આવે છે. તેથી શ્રેષ્ઠ બાબત એ છે કે આવા મુનસફીના ક્વોટાની સિસ્ટમ દૂર કરો. જાહેર સંપત્તિ કે પ્લોટની ફાળવણી મહદઅંશે જાહેર હરાજી મારફત હોવી જોઇએ.