ANI

સુપ્રીમ કોર્ટે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) કેસમાં પીઢ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયપ્રદાને થયેલી છ મહિનાની સાદી જેલની સજાના અમલ પર સ્ટે આપ્યો હતો.

જયા પ્રદા અગાઉ એક સિનેમાઘરના માલિક હતા અને તેમણે કર્મચારીઓના ESICનું પેમેન્ટ ન કર્યું હોવાનો આ મામલો છે. આ કેસમાં  જયાપ્રદાને તમિલનાડુની એગમોરમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે  ESICને નોટિસ જારી કરી હતી. જયાપ્રદા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે દાવો કર્યો હતો કે ચેન્નાઈની ટ્રાયલ કોર્ટે આપેલા આદેશમાં ઘણી ખામીઓ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ આ કેસમાં જયાપ્રદાને આત્મસમર્પણમાંથી મુક્તિ આપી હતી.

 

LEAVE A REPLY

three + eighteen =