Getty Images)

સુપ્રીમ કોર્ટે સાઈરસ મિસ્ત્રીને તાતા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. દેશના દિગ્ગજ બિઝનેસ ગ્રુપ માટે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની બેંચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. થોડા દિવસ અગાઉ જ NCLATને સાઈરસ મિસ્ત્રીને રાહત આપતા તેમને ફરીથી તાતા ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવા માટેનો ચુકાદો સંભળાવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણયને તાતા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. નેશનલ કંપની કાયદા અપીલ ટ્રિબ્યુનલે (NCLAT) 18 ડિસેમ્બરના રોજ સાઈરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો.

ટ્રિબ્યુનલે આ ઉપરાંત એન ચંદ્રશેખરનની નિમણૂકને પણ ગેરકાયદેસર ગણાવી હતી. કોર્ટે તેમને ચાર મહિનાની અંદર તાતા ગ્રુપની અપીલનો જવાબ આપવા માટે સૂચન કર્યું છે. મિસ્ત્રીએ રવિવારના રોજ એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તેમને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે બોમ્બે હાઉસ (તાતા જૂથના વડામથકે) પાછા જવામાં કોઇ રસ નથી અને આ નિર્ણય તાતા ગ્રુપના લાભ હેતું જ લેવામાં આવ્યો હતો કે જેમનો લાભ કોઈ પણ વ્યક્તિગત લાભો કરતા વધારે મહત્વપૂર્ણ છે. શાપૂરજી પલોનજી પરિવારના સાઈરસ મિસ્ત્રી ડિસેમ્બર 2012માં રતન તાતાના સ્થાન પર તાતાની સાથે કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. આ પદના કારણે તેઓ તાતા પાવર અને તાતા મોટર્સ જેવી તાતા ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના માલિક બની ગયા હતા.