Death sentence to the accused in Surat girl rape-murder case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સુરતના પાસોદરામાં ગયા 12 ફેબ્રુઆરીએ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને સેશન કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું હતું કે, આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. દંડ આપવો સરળ નથી. આરોપીને પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી.

ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગોયાણીને સેશન્સ કોર્ટે દોષિત જાહેર હતો. ફેનિલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર પાંચ દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.

12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ગ્રીષ્માને તેની સોસાયટીના બહાર પાડોશીઓ અને લોકોની હાજરીમાં ચાકુ ગળા પર ફેરવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ અને કાકા પર પણ ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો. 302ની કલમ હેઠળ ફેનિલ સામે ડે-ટુ-ડે સુનાવણી ચાલી હતી, અને 21 એપ્રિલના રોજ ફેનિલને હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે ઘટના એટલી ક્રૂર હતી કે લોકો દ્વારા આ કેસમાં આરોપીને ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષીત કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તીના પરિણામે તાજેતરમાં સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં .કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજા ફરમાવી છે. તે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.