કોરોના વાયરસના હાહાકારને લઈને સૌથી વધુ નુકસાન ડાયમંડ ઉદ્યોગે સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે અનલોક શરુ થયા બાદ પણ આ ઉદ્યોગ શરૂ થયો નથી. કોરોનાના કહેર વચ્ચે વિદેશમાં પણ માલની માંગ નથી. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિગ સેક્ટરમાં પણ કોરોના સક્ર્મણ સાથે આ ઉદ્યોગની ચેન ચાલતી ન હોવાથી આ ઉદ્યોગ હાલ મારણ પથારીએ પહોંચી ગયો છે.

આ ઉદ્યોગ આગામી કેટલાક માહિના સુધી ચાલુ થઇ શકે તેમ નથી. આ જ કારણે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો બેકાર બન્યા છે. અત્યાર સુધી આ જ કારણે હીરા ઉદ્યોગને 1,000 કરોડનું નુકસાન થઈ ચુક્યું છે. ચીનથી શરુ થયેલા કોરોના વાયરસ વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. જેની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી હતી. વિદેશથી આવતા ઓર્ડર રદ થવા લાગ્યા બાદ ભારતમાં વાયરસે પગપેશારો કરતા સારકારે સાવચેતી માટે લોકડાઉન જાહેર કર્યું હતું. હીરા મેન્યુફેક્ચરીમાં ગુજરાત અને તેમાં પણ સુરત શહેર મોખરે છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વના 100માંથી 90 હીરા સુરતમાં તૈયાર થાય છે.લૉકડાઉન થયા બાદ સુરતમાં રહીને કામ કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના રત્નકલાકારોએ હિજરત શરૂ કરી દીધી હતી. કારણ કે હીરા ઉદ્યોગ બંધ થતા આ લોકોને ભાડના રૂમના પૈસા ચૂકવવાના ફાંફાં પડી ગયા હતા. અનલોક શરૂ થયા બાદ હીરા ઉદ્યોગ ફરી શરૂ થયા બાદ કેટલાક રત્નકલાકારો પરત આવ્યા હતા. પરંતુ સુરતમાં સંક્રમણ વધતા ફરીથી હીરા ઉદ્યોગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે ફરીથી રત્ન કલાકારોએ હિજરત શરૂ કરી છે.

હીરાના કારખાના એક વખત શરૂ થયા બાદ ફરીથી બંધ થતાં સુરતમાંથી દરરોજ આશરે 1500 જેટલા પરિવારોએ સામાન સાથે પોતાની જન્મભૂમિ તરફ હિજરત કરી છે. આ લોકોનું કહેવું છે કે હવે તેઓ સુરત પરત નહીં ફરે. આવક બંધ હોવાથી રત્નકલાકારો પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. બીજી તરફ અન્ય ક્ષેત્ર માટે રાહત પેકેજ જાહેર કરનારી સરકારે હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત જાહેર કરી નથી. કદાચ સરકાર માની રહી છે કે રત્ન કલાકારો પહેલાથી જ આત્મનિર્ભર છે. તેમને સહાયની જરૂર નથી!