વેન્ટવર્થ રોડ, સાઉથોલના 61 વર્ષના તાહિર મહમૂદને બે દાયકા કરતા વધુ સમય દરમિયાન બાળકોનું યૌન શોષણ કરવાના બહુ બધા ગુનાઓ માટે દોષિત ઠેરવી 4 ડિસેમ્બરના રોજ આઇલવર્થ ક્રાઉન કોર્ટે જેલ ભેગો કરી દીધો હતો.

1984 અને 2004 વચ્ચે ત્રણ નાના છોકરાઓનું યૌન શોષણ કરવાની ઘટનાઓના સંબંધમાં પોલીસે વધુ પીડિત અને બચી ગયેલા બાળકોની ઓળખ કરી હતી. તાહિર પર કલમ 15(1) સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 1956 અંતર્ગત પુરૂષો પર અભદ્ર હુમલાના દસ ગુના, ઇન્ડીસન્સી એક્ટ 1960ની કલમ 1(1) મુજબ બાળકો સાથે અભદ્રતા આચરવાના ચાર ગુના, અને સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2003ની કલમ 3(1) અંતર્ગત જાતીય હુમલાના એક ગુના માટે સજા કરવામાં આવી હતી. તેને સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.

સમગ્ર ટ્રાયલ દરમિયાન મહેમૂદે પોતે નિર્દોષ હોવાનું કહ્યા કર્યું હતું.  સુનાવણી દરમિયાન ત્રણ પીડિત-બચી ગયેલા લોકો હાજર રહ્યા હતા જેઓ એક સમયે બાળક હતા.

તપાસનું નેતૃત્વ કરનાર ડિટેક્ટીવ સાર્જન્ટ મિતેશ મુલજીએ કહ્યું હતું કે “મહમૂદ એક અધમ શિકારી છે. તે માનતો હતો કે તે તેના ગુનાઓથી છૂટી ગયો છે અને 30 વર્ષથી સ્વતંત્રતાથી જીવતો હતો. આવા શિકારીઓને સજા થાય તેની તેની ખાતરી કરવા માટે અમે અમારી શક્તિમાં આવશે તે બધું જ કરી છુટીશું. આ ત્રણ બાળકો ઘણા લાંબા સમયથી આ દુર્વ્યવહાર સાથે જીવ્યા હતા જેમની કોર્ટમાં પુરાવા આપવા બદલ હું પ્રશંસા કરૂ છું. હું મહેમૂદનો ભોગ બનેલા કોઈપણને પોલીસ સમક્ષ આવવા વિનંતી કરું છું.

સપ્ટેમ્બર 2018માં, પોલીસને એક રિપોર્ટ કરાયો હતો જેમાં 1984 અને 1991ની વચ્ચે મહમૂદે એક બાળક પર જાતીય હુમલો કર્યો હોવાની વિગતો આપવામાં આવી હતી. તે સમયે 10 થી 17 વર્ષની વયના પીડિત-બચી ગયેલા બાળકના પરિવારના મિત્ર બન્યા પછી મહેમૂદે તે બાળક પર અસંખ્ય વખત જાતીય હુમલા કર્યા હતા. તેણે ભોગ બનેલ બાળકને મોંઘી ભેટો આપી હતા અને કોઈને રહેશે તો નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.

નિષ્ણાત જાસૂસોએ તપાસ બાદ વધુ બે પીડિત-બચી ગયેલા લોકોની ઓળખ કરી હતી જેમની વય તે સમયે 9 થી 13 વર્ષની હતી અને તેમની પર પણ અનેક જાતીય હુમલા કરાયા હતા. ત્રીજો પીડિત-બચી ગયેલો બાળક 16 વર્ષનો હતો અને તેના પર 2004માં જાતીય હુમલો કરાયો હતો. આ માટે તે બાળકોને પોતાના વાહનમાં સાઉથોલ અને હાઉન્સલોના એકાંત વિસ્તારોમાં લઈ જયો હતો.

પોલીસે ભોગ બનેલા લોકોને 101 અથવા 999 પર કૉલ કરવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

four × one =