Strong earthquake of 6.9 in Taiwan, tsunami alert in Japan
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

તાઇવાનના દક્ષિણપૂર્વ દરિયાકાંઠે રવિવાર (18 સપ્ટેમ્બર)એ 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા ગભરાટ ફેલાયો હતો. આ ભૂકંપને કારણે એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને જાપાને સુનામીની વોર્નિંગ જારી કરી હતી. ભૂકંપને કારણે ઇન્ફ્રાસ્ટ્કચરને ભારે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે જાનહાનીના પ્રારંભમાં કોઇ અહેવાલ મળ્યા નથી.

યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાઇતુંગ શહેરના આશરે 50 કિમી (30 માઇલ્સ) દૂર 10 કિમી ઉંડાઈએ હતી. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.2 હોવાના રીપોર્ટ મળ્યા હતા.
આ પહેલાં શરૂઆતના નાના આંચકા આવ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ, અહીં 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

તાઇવાઇનની અર્ધસરકારી સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે યુલી શહેરમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. રાજધાની તાઇપેયીમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ હતી.
જાપાનની હવામાન એજન્સીએ તાઇવાન નજીકના દૂરના ટાપુઓમાં સુનામીની એડવાઈઝરી જારી કરી હતી. દરિયાઇમાં એક મીટર જેટલા ઊંચા મોજા આવવાની ધારણા છે.
ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટરે જણાવ્યું હતું કે ફુજિયાન, જિયાગ્સુ અને શાંધાઈ સહિતના દરિયાઇ વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો હતો.
તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટની નજીક હોવાથી વારંવાર ભૂકંપ આવે છે.તાઇવાનમાં અગાઉ સપ્ટેમ્બર 1999માં 7.6નો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 2,400 લોકોના મોત થયા હતા.

LEAVE A REPLY

3 × 4 =