Taj – The Chambers presents renowned sarod masters as part of the Rendezvous event series

11મી જાન્યુઆરી 2023ના રોજ, સુપ્રસિદ્ધ ભારતીય ક્લાસિક સરોદ પ્લેયર્સ અને ભાઈઓ, અમાન અલી બંગશ અને અયાન અલી બંગાશે તાજ હોટેલની રેન્ડેઝવસ ઈવેન્ટ શ્રેણીના ભાગરૂપે તાજ 51 બકિંગહામ ગેટ, સ્યુટ્સ અને રેસિડેન્સમાં તાજના ખાનગી સભ્યોની ક્લબ તાજ, ધ ચેમ્બર્સના સભ્યો સમક્ષ તેમનું શ્રેષ્ઠ સંગીત રજૂ કર્યું હતું. જેમાં સમુદાયના નોંધપાત્ર મહેમાનો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) ના મુખ્ય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

કલાકાર જોડી પ્રતિષ્ઠિત સરોદ ગ્રાન્ડ માસ્ટર અને સંગીતકાર અમજદ અલી ખાનના પુત્રો છે અને તેઓ વિશ્વભરમાં કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે. ગયા વર્ષે બીબીસી પ્રોમ્સ દરમિયાન કાર્નેગી હોલ, કેનેડી સેન્ટર અને રોયલ આલ્બર્ટ હોલમાં તેમણે કલાના દર્શન કરાવ્યા હતા. તાજ, ધ ચેમ્બર્સનો ખાનગી કાર્યક્રમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (યુકે) દ્વારા પ્રાયોજિત કરાયો હતો.

LEAVE A REPLY

twenty − 5 =