ફાઇલ ફોટો (ANI Photo/Gujarat Titans Twitter)

ટાટા ગ્રુપે ફરી એકવાર આઈપીએલ – ભારતની લોકપ્રિય ક્રિકેટ લીગના ટાઈટલ સ્પોન્સર્સ તરીકેના રાઈટ્સ પ્રાપ્ત કર્યા છે. ટાટા ગ્રુપે 2024 થી 2028 સુધીના પાંચ વર્ષ માટેની ટાઈટલ સ્પોન્સરશિપ રૂપિયા 2500 કરોડમાં ખરીદી છે. ગ્રુપે 2022માં આઈપીએલના સ્પોન્સર્સ તરીકે બે વર્ષ માટેના રાઈટ્સ રૂપિયા 730 કરોડમાં લીધા હતા.

આ વખતે આદિત્ય બિરલા ગ્રુપ પણ સ્પર્ધામાં હતું. આ વર્ષે આઈપીએલ 22મી માર્ચથી શરૂ થાય તેવી શક્યતા છે. જો કે, દેશમાં લોકસભાની ચૂંટણી પણ આ જ સમયગાળાની આસપાસ થવાની હોવાની શક્યતાના કારણે આઈપીએલના કાર્યક્રમની જાહેરાત હજી સુધી કરાઈ નથી.

 

LEAVE A REPLY

seven − seven =