Heatwave forecast in Gujarat for the first time in 50 years in February
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ક્લાઇમેટ ચેન્જને કારણે માર્ચના અંતમાં ભાગમાં હોળીના તહેવારની આસપાસ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના અનેક ગણી વધી ગઈ છે. હવે ગુજરાત સહિતના નવ રાજ્યોમાં આટલું ઊંચાં તાપમાનનો સામનો કરવો પડે તેવી સંભાવના વધી છે. અમેરિકા સ્થિત ક્લાઈમેટ સેન્ટ્રલના સંશોધકોએ ગ્લોબલ વોર્મિંગના ટ્રેન્ડમાં ભારતનો અભ્યાસ કરવા  1970થી તાપમાનના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું અને તેમાં આ તારણો રજૂ કર્યાં હતાં.

સંશોધકોએ જણાવ્યું હતું કે 1970ના દાયકાના શરૂઆતમાં માર્ચના અંતમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન અત્યંત દુર્લભ હતું. મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહારમાં આવા તાપમાનની સંભાવના 5 ટકાથી વધુ હતી. જોકે વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે હવે નવ રાજ્યોમાં 40 ડિગ્રી તાપમાનની સંભાવના ઊભી થઈ છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં હવે સૌથી વધુ 14 ટકા સંભાવના છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે કુલ 37 શહેરોમાં હવે 40 ડિગ્રી અથવા વધુ ગરમ તાપમાનની ઓછામાં ઓછી 1 ટકા સંભાવના છે, અને 11 શહેરોમાં 10 ટકા અથવા તેનાથી વધુ સંભાવના છે. મદુરાઈને બાદ કરતાં 4 ડિગ્રીથી વધુ તાપમાન અનુભવવાનું સૌથી વધુ જોખમ ધરાવતા 15 શહેરો મધ્ય ભારતમાં આવેલા છે. બિલાસપુરમાં આવા તાપમાનની સૌથી વધુ 31 ટકા સંભાવના છે. તેનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવે 1970ના દાયકાની સરખામણીએ 2.5 ગણી વધારે છે. ઇન્દોરમાં આવી સંભાવના 8 ટકા છે.

સંશોધકોના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં શિયાળો ઝડપથી ઉનાળા જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ રહ્યો છે અને વસંતઋતુ ટૂંકી થઈ રહી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાનમાં જાન્યુઆરીમાં જ થોડો વોર્મિંગ ટ્રેન્ડ અને તે પછી મજબૂત વોર્મિંગ ટ્રેન્ડ જોવા મળે છે.

ક્લાઈમેટ સેન્ટ્રલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં માર્ચ અને એપ્રિલમાં ગરમી વધી રહી છે.માર્ચ અને એપ્રિલ ધ્યાનમાં લેવામાં આવેલા દરેક પ્રદેશમાં ગરમીમાં ચોખ્ખો વધારો જોવા મળ્યો છે. 1070 પછી સૌથી મોટો ફેરફાર જમ્મુ અને કાશ્મીરમાં (2.8 ડિગ્રી સેલ્સિયસ) થયો હતો. એપ્રિલમાં મિઝોરમમાં (1.9 ડિગ્રી સેલ્સિયસ) પછીનો સૌથી મોટો ફેરફાર છે.

ક્લાઈમેટ સેન્ટ્રલ વાઇસ પ્રેસિડન્ટ એન્ડ્રુ પરશિંગે જણાવ્યું હતું કે “ઠંડા શિયાળા જેવા તાપમાનથી હવે વધુ ગરમ સ્થિતિમાં તાપમાનમાં અચાનક પરિવર્તન થયું છે. ફેબ્રુઆરીમાં જોવા મળેલા મજબૂત વોર્મિંગ ટ્રેન્ડ પછી માર્ચમાં પણ તે જ પેટર્નની સંભાવના છે. ભારતમાં આ વોર્મિંગ ટ્રેન્ડ સ્પષ્ટપણ માનવ સર્જિત ક્લાઇમેટ ચેન્જના સંકેત છે.”

સ્કાયમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ-(મીટીરોલોજી એન્ડ ક્લાઈમેટ ચેન્જ) મહેશ પલાવતે જણાવ્યું હતું કે “માર્ચમાં હીટવેવ્સ દુર્લભ ગણાતી હતી, પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે હીટવેવ અથવા ઊંચા તાપમાનની સંભાવનાઓ વધી રહી છે. આપણે આ વર્ષે પણ આવી જ હવામાન સ્થિતિઓના સાક્ષી બનીશું. આ ટ્રેન્ડ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને આપણે આકરા ઉનાળા માટે તૈયારી કરવી પડશે.”

LEAVE A REPLY

thirteen − twelve =