(ANI Photo)

ગુજરાત સરકારના શહેરી વિકાસ કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર વિશે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતો આતંકવાદ કોઈ પ્રોક્સી યુદ્ધ નથી, પરંતુ એક ઇરાદાપૂર્વકની યુદ્ધ રણનીતિ છે અને ભારત તે મુજબ જવાબ આપશે. પાકિસ્તાન આતંકવાદ દ્વારા યુદ્ધ કરી રહ્યું છે. ભારતના ભાગલા વખતે સરદાર પટેલની સલાહ માનવામાં આવી હોત, તો છેલ્લા 75 વર્ષથી ચાલતા આતંકવાદી હુમલાઓ જોવા મળ્યાં ન હતાં.

વડાપ્રધાને જણાવ્યું હતું કે “આપણે આને પ્રોક્સી વોર કહી શકીએ નહીં, કારણ કે 6મેની રાત્રે (પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય હુમલામાં) માર્યા ગયેલા લોકોને પાકિસ્તાનમાં સરકારી સન્માન આપવામાં આવ્યું હતું. તેમના શબપેટીઓ પર પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા હતાં, અને તેમની સેનાએ તેમને સલામી આપી હતી. આ સાબિત કરે છે કે આ આતંકવાદી પ્રવૃત્તિઓ ફક્ત એક પ્રોક્સી યુદ્ધ નથી, પરંતુ તેમના તરફથી ઇરાદાપૂર્વકની યુદ્ધ વ્યૂહરચના છે. જો તેઓ યુદ્ધમાં જોડાશે, તો તે મુજબ પ્રતિક્રિયા આપવામાં આવશે.

મોદીએ કહ્યું કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન યુદ્ધમાં ઉતર્યા, ત્યારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને એવી રીતે હરાવ્યું કે પડોશી દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારત સામે ક્યારેય સીધું યુદ્ધ જીતી શકશે નહીં તે સમજીને, તેઓ પ્રોક્સી યુદ્ધ તરફ વળ્યા તથા આતંકવાદીઓને લશ્કરી તાલીમ અને ટેકો આપવાનું ચાલુ કર્યું છે. શરીર ગમે તેટલું મજબૂત કે સ્વસ્થ હોય, એક કાંટો પણ સતત પીડા પેદા કરી શકે છે. અમે નક્કી કર્યું છે કે કાંટો દૂર કરવો જ જોઇએ.

ભારતના વિભાજન દરમિયાન, મા ભારતી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી, અને તે જ રાત્રે, મુજાહિદ્દીન દ્વારા કાશ્મીર પર પહેલો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાનને મુજાહિદ્દીનના નામે આતંકવાદીઓની મદદથી ભારત માતાના એક ભાગ પર કબજો કર્યો હતો. જો આ મુજાહિદ્દીનોને તે દિવસે મારી નાખવામાં આવ્યા હોત અને સરદાર પટેલની સલાહ સ્વીકારવામાં આવી હોત, તો છેલ્લા 75 વર્ષથી ચાલી રહેલા આતંકવાદી હુમલાઓ જોવા મળ્યાં ન હતાં.

વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે 22 મિનિટમાં નવ આતંકી ઠેકાણાઓને તોડી પાડ્યા. ઔર ઇસ બાર કેમેરા કે સામને કિયા, સારી વ્યવસ્થા રખી થી, તાકી હમારે ઘર મેં કોઈ સબૂત ના માંગે. અહીં ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ના બાલાકોટ હવાઈ હુમલા પછી વિપક્ષે સરકાર પાસે તેના પુરાવા માંગ્યાં હતાં.

શાંતિ સે રોટી ખાઓ, વર્ના મેરી ગોલી તો હૈ હીઃ મોદીની ચેતવણી

અગાઉ ભૂજ ખાતેની જનસભામાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને વોર્નિંગને આપી કે આતંકવાદીઓ! શાંતિથી રોટી ખાવ, નહીં તો મારી ગોળી ખાવ. પાકિસ્તાનના લોકો ખાસ સાંભળો, તમારી સરકાર-સેના આતંકવાદને પ્રેરણા આપે છે. પાકિસ્તાન ટેરરિઝમને જ ટુરિઝમ માને છે, જે વિશ્વ માટે મોટો ખતરો છે. આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે,ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામે છે. ઓપરેશન સિંદૂરને તેમણે માનવતાનું રક્ષણ અને આતંકવાદનું અંત લાવવાનું મિશન ગણાવ્યું હતું.

LEAVE A REPLY