સ્વિત્ઝર્લેન્ડના બર્ન ખાતે બ્રાન્ચ ઓફિસમાં ટેસ્લાનો લોગો (REUTERS/Arnd Wiegmann/File Photo/File Photo)

અમેરિકાની આઇકોનિક ઇલેક્ટ્રિક વાહન (ઇવી) વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ તેની 8.17 લાખ ગાડીઓ સીટ બેલ્ટ રિમાઇન્ડર એલર્ટની ખામીના લીધે પરત બોલાવવી પડી છે. આ ખામીમાં વાહન શરૂ થતું ત્યારે ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર એલર્ટની ખામીના લીધે સીટ બેલ્ટ ભરાવી શકતો ન હતો.

ધ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (એનએચટીએસએ) ગુરુવારે જણાવ્યું હતું કે 2021-22માં મોડેલ એસ અને મોડેલ એક્સ, ૨૦૧૭-૨૨માં મોડેલ ત્રણ અને 2020-22માં મોડેલ વાય ક્રેશ પ્રોટેક્શન માટેના ફેડરલ મોટર વ્હીકલ સેફ્ટીના ધારાધોરણનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હતા.

ટેસ્લાએ હવે આ તકલીફનો ઉકેલ લાવવા ઓવર-ધ-એર (ઓટીએ) સોફ્ટવેર અપડેટ કરવું પડશે. ટેસ્લાએ 31મી જાન્યુઆરીના રોજ એનએચટીએસએને જણાવ્યું હતું કે તેઓ આ ખામીના લીધે કોઈપણ પ્રકારનો ક્રેશ થયાનો કે ઇજા થઈ હોવાનો અહેવાલ નથી. ટેસ્લાએ જણાવ્યું હતું કે તે કોઈ ખાસ સંજોગોમાં વાહન શરૂ થાય ત્યારે તેને સીટ બેલ્ટ રિમાઇન્ડર એલર્ટ એક્ટિવેટ ન થવાની સોફ્ટવેર એરર ધરાવતા વાહનોને પરત લેશે. કંપનીએ જણાવ્યું હતું ખાસ સંજોગોમાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ પ્રકારની તકલીફ વખતે સીટબેલ્ટ બકલ કરી શકાતો નથી. જો કે વાહન પ્રતિ કલાક ૨૨ માઇલની ઝડપ હાંસલ કરે પછી આ પ્રશ્ન નડતો નથી.