ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં સોમવારે ચોથા દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેન ડોમિનક સિબ્લીની વિકેટ લીધા બાદ ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિને ખેલાડીઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી. (BCCI/PTI Photo)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સોમવારે ચોથા દિવસની રમતને અંતે ભારતને મેચ જીતવા માટે ઇંગ્લેન્ડે 420 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો અને 39 રનમાં ભારતની એક વિકેટ પડી ગઈ હતી.
આ અગાઉ બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 178 રન પર જ સમેટાઈ ગઈ હતી. જેથી હવે ભારતને 420 રનનો ટાર્ગેટ મળ્યો છે. પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડે 241 રનની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 40 અને ઓલી પોપે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને છ વિકેટ ઝડપી હતી.

ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતાં 1 વિકેટે 34 રન કર્યા છે. ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલ ક્રિઝ પર ઊભા છે. રોહિત શર્મા 12 રને જેક લીચની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ ઇંનિંગમાં 578 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી ભારત પ્રથમ ઇનિંગ્સમાં 337 રન બનાવી શકી હતી. અશ્વિનની 6 વિકેટને કારણે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ 178 રન પર જ સમેટાઈ ગઈ અને ભારતને ચોથા દિવસે જીતવા માટે 420 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. અશ્વિને 17.3 ઓવરમાં 61 રન આપી 6 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 3 વિકેટ પણ લીધી હતી.