Doctor salman siddiki

હ્યુસ્ટનના 57 વર્ષના એક ઈન્ડિયન અમેરિકને પોતે હેલ્થકેર કૌભાંડ આચર્યું હોવાનું કોર્પસ ક્રિસ્ટી ફેડરલ કોર્ટમાં સ્વીકાર્યું હોવાનું યુએસ એટર્ની રયાન પેટ્રિકે જણાવ્યું હતું. રવિન્દર સ્યાલે સ્વીકાર્યું છે કે, તેણે એક યોજનામાં 4,878,530.92 ડોલરના ખોટા બિલ બનાવ્યા હતા, તેની સર્વિસ ક્યારેય તેણે દર્દીઓને આપી નહોતી.

1, ફેબ્રુઆરી 2018થી લઇને 1, માર્ચ 2020 સુધી તેણે સમગ્ર ટેક્સાસમાં ફીઝિશિયન્સની પ્રેક્ટિસ હસ્તગત કરી લીધી હતી અને માનવામાં આવે છે કે, તેણે બિલિંગ ડિપાર્ટમેન્ટ પર નિયંત્રણ મેળવી લીધું હતું. પછી તેણે ભારતસ્થિત કંપનીના નામે મેડિકલ કેર, મેડિકલ મદદ અને જુદી જુદી ઇન્સ્યોરન્સ કંપનીના ખોટા બિલ બનાવ્યા હતા.

સ્યાલે એવી સર્વિસીઝ માટે ખોટા દાવા રજૂ કર્યા કે જે ક્યારેય ન્યુટ્રિશનલ સર્વિસીઝ માટે પૂરી પાડવામાં આવતી નહોતી. તેમણે એવી સર્વિસીઝ માટે બિલ પણ બનાવ્યું હતું કે જે સાધનોના અભાવને કારણે તેણે મેળવેલી ક્લિનિક્સમાં કામ પણ કરી શકતા નહોતા. સ્યાલે બિલિંગની માહિતીને બદલીને અને તેમાં ફીઝિશિયન્સની જાણ બહાર વધારાની બીજી ખોટી સર્વિસીઝ ઉમેરી દેતો હતો.

સ્યાલને ખોટા દાવા બદલ 553,068.65 ડોલર ચૂકવવામાં આવ્યા હતા.યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ ડેવિડ એસ મોરલેસ દ્વારા 10 ઓગસ્ટે સજા જાહેર કરવામાં આવશે. તેમાં સ્યાલને ફેડરલ જેલમાં 10 વર્ષ સુધીની કેદ અને વધુમાં વધુ 250,000 ડોલરનો દંડ થઈ શકે છે. સ્યાલને આ કેસની સુનાવણી બાકી હોવાથી બોન્ડ પર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.