ગરવી ગુજરાતના લેસ્ટરના એજન્ટ તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપનાર અને ગરવી ગુજરાત પરિવારના સમર્થક ઠાકોરભાઈ લક્ષ્મણનું તા. 2 એપ્રિલ 2022ના રોજ બપોરે 12-31 કલાકે કેન્સરની બામારીના કારણે તેમના ઘરે દુ:ખદ નિધન થયું હતું.

મૂળ રાંદેર, સુરતના વતની અને માત્ર 18 વર્ષની વયે યુકેમાં લેસ્ટર ખાતે આવીને વસેલા ઠાકોરભાઇએ યુકે સરકારના મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં સેવાઓ આપી હતી. તેમણે ગરવી ગુજરાત સાપ્તાહિકના એજન્ટ તરીકે સેવાઓ આપવા ઉપરાંત લેસ્ટરશાયર વિસ્તારમાં ગરવી ગુજરાતનો પ્રસાર અને પ્રચાર કરવામાં પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી ગરવી ગુજરાત સાપ્તાહિકને લોકપ્રિય બનાવ્યું હતું.

ઠાકોરભાઇ લેસ્ટરમાં પોતાના 66 વર્ષના વસવાટ દરમિયાન વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને ખૂબ જ જાણીતા વ્યક્તિ હતા. તેમણે સનાતન મંદિરની વ્યવસ્થાપક કમીટીમાં અને હિન્દુ સમુદાય માટે સારું કામ કર્યું હતું. તેઓ પ્રેમાળ પતિ, પિતા અને દાદા તરીકે સૌ પરિવારજનો પર હેત વરસાવતા હતા અને સૌને વિલાપ કરતા મૂકી ગયા હતા.

તેમના ફ્યુનરલ અને અન્ય માહિતી માટે સંપર્ક:

વિજય લક્ષ્મણ: 07711 430 468 / [email protected]

દેવી લક્ષ્મણ પર: 07805 486 711 / [email protected]

વેનિતા લક્ષ્મણ પર: 07531 160 906 / [email protected]