પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકામાં અભ્યાસ કરવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. આ વર્ષે ભારતમાંથી એફ-1 વિઝામાં 44 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ઝિમ્બાબ્વે, વિયેતનામ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જાહેર કરેલા નવા ડેટામાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. એપ્લાય બોર્ડના રીપોર્ટ મુજબ, ઓક્ટોબર 2024 થી માર્ચ 2025 વચ્ચે, અમેરિકાએ વૈશ્વિક સ્તરે અંદાજે 89,000 F-1 સ્ટુડન્ટ વિઝા ઇસ્યુ કર્યા હતા, જે ગત વર્ષે આ જ સમયગાળાની સરખામણીમાં 15 ટકાનો ઘટાડો દર્શાવે છે.

તેમાં સૌથી નોંધપાત્ર 44 ટકા જેટલો ઘટાડો ભારતીય વિદ્યાર્થીઓમાં જણાયો હતો. આમ છતાં, ભારતમાં 14,700 F-1 વિઝા ઇસ્યુ કરીને અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીમાં તેઓ મોખરે રહ્યા છે. ત્યારપછી ચીનને 11,000 સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા, જેણે ગત વર્ષો જેવું જ સ્તર જાળવી રાખ્યું હતું. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ભાગમાં વાર્ષિક ધોરણે F-1 વિઝા ફેરફારના સંદર્ભમાં મુખ્ય દેશોની દેશોની ટકાવારી અહીં રજૂ કરવામાં આવી છે.

ઘણા દેશોમાં વિઝામાં વધારો થયો છે. ખાસ તો ઝિમ્બાબ્વે અને વિયેતનામ અમેરિકન શિક્ષણમાં વ્યાપક રૂચિ દર્શાવે છે. ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકા પ્રત્યેનું જે આકર્ષણ ઘટ્યું છે તેમાં એડમિનિસ્ટ્રેટિવ અડચણો અને કડક તપાસ પ્રક્રિયા કારણભૂત મનાય છે. આ ઘટાડો માત્ર અમેરિકા સુધી મર્યાદિત નથી રહ્યો, ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીનો ધસારો 20 ટકા ઘટ્યો છે, તો કેનેડામાં પણ 2024 દરમિયાન ભારતીયોના સ્ટુડન્ટ વિઝામાં 57 ટકા ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY