પ્રતિકાત્મક તસવીર (istockphoto)

થોડા દિવસો પહેલા ભયંકર સૌર તોફાન પૃથ્વી સાથે અથડાયા પછી મંગળવારે સૂર્યમાંથી લગભગ બે દાયકાની તેની સૌથી પ્રચંડ જ્વાળા છૂટી હતી. સૌર તોફાનથી સામાન્ય રીતે જોવા મળતી નથી તેવી સ્થળો પર પણ નોર્ધન લાઇટની રોશની જોવા મળી હતી.

નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એક અપડેટમાં જણાવ્યું હતું કે સૂર્ય જ્વાળાની આ પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી. તે આ 11-વર્ષના સૌર ચક્રની સૌથી મોટી જ્વાળા હતી. સૌરચક્ર તેની ટોચ પર પહોંચી રહ્યું છે. સારા સમાચાર એ છે કે આ વખતે પૃથ્વી અગ્નિ જ્વાળાના પ્રભાવ ક્ષેત્રમાંથી બહાર રહેવાની ધારણા છે, કારણ કે પૃથ્વીથી દૂર સૂર્યના એક ભાગમાંથી  જ્વાળા છૂટી હતી.

નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ એક્સ-રે જ્વાળાને કેમેરામાં કેદ કરી હતી. આ સૌર જ્વાળા 2005 પછીની સૌથી તીવ્ર હતી.તેને સ્કેલ પર X8.7 તરીકે માપવામાં આવી હતી.

કોલોરાડોના બોલ્ડર ખાતેના NOAAના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરના બ્રાયન બ્રાશેરે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકો અન્ય સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરે છે, ત્યારે તે વધુ મજબૂત હોવાનું બહાર આવી શકે છે.

સપ્તાહના અંતે કોરોનલ પ્લાઝ્માના જ્વાળા અને માસ ઇજેક્શન પછી આ ઘટના જોવા મળી છે. આ પ્રકારની ઘટનાઓથી પૃથ્વી અને ભ્રમણકક્ષામાં વીજળી અને સંદેશાવ્યવહાર ખોરવાઈ જવાની પણ શક્યતા રહે છે. નાસાએ જણાવ્યું હતું કે સપ્તાહના અંતમાં આવેલા સૌર તોફાનને કારણે તેનો એક પર્યાવરણીય ઉપગ્રહ અણધારી રીતે ફરતો થઈ ગયો હતો અને તેને સેફ મોડમાં લાવવો પડ્યો હતો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરના સાત અવકાશયાત્રીઓને રેડિયેશનથી રક્ષણ આપતા વિસ્તારોમાં રહેવાની સલાહ અપાઈ હતી.

LEAVE A REPLY

3 × two =