If consensual sex does not lead to marriage, it is not rape: Karnataka High Court

ભારતની સુપ્રીમ કોર્ટ ધર્મ અને લિંગના ભેદભાવ વગર તમામ નાગરિકો માટે એકસમાન કાયદાની માગણી કરતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરશે. જોકે કોર્ટે સવાલ કર્યો હતો કે આવા એકસમાન કાયદા માટે આદેશ આપવાની તેની પાસે ન્યાયિક સત્તા છે કે નહીં. સર્વોચ્ચ અદાલતે હવે તેની આ ન્યાયિક સત્તા કેટલી છે તેની સુનાવણી કરશે. ભારતમાં હાલમાં લગ્ન, છૂટાછેડા, જેવી ઘણા બાબતોમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે માટે અલગ અલગ કાયદા છે.
કોર્ટમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને ભરણપોષણ સહિતના મુદ્દે ધર્મ કે લિંગના ભેદભાવ વગર એકસમાન કાયદો બનાવવાની માગણી કરતી સંખ્યા અરજીઓએ થયેલી છે.

મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ધારાકીય ક્ષેત્રમાં આવતા મુદ્દાઓ અંગે ન્યાયિક સત્તાના અવકાશ વિશે અવલોકનો કર્યા હતા અને આ મુદ્દા અંગેની સંખ્યાબંધ પીઆઈએલ સહિત આશરે 17 અરજીઓ પર સુનાવણી ચાર અઠવાડિયા માટે મુલતવી રાખી હતી.

ખંડપીઠે જણાવ્યું હતું કે “પ્રશ્ન એ છે કે અદાલત આ બાબતોમાં કેટલી હદે હસ્તક્ષેપ કરી શકે છે કારણ કે મુદ્દાઓ ધારાકીય ક્ષેત્રમાં આવે છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, “હું જાણું છું ત્યાં સુધી સૈદ્ધાંતિક રીતે સ્ત્રી-પુરુષનો ભેદભાવ ન કરતાં એકસમાન કાયદા સામે કોઇ વાંધો હોઇ શકે નહીં. ન્યાયિક બાજુએ શું કરી શકાય તે અંગે કોર્ટે વિચારણા કરવાની છે.”
આ મામલાની સુનાવણીની શરૂઆતમાં વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે એક પક્ષ તરફથી હાજર રહેતા જણાવ્યું હતું કે તેમને વકીલ અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરેલી પીઆઈએલ સામે પ્રાથમિક વાંધો છે. સિબ્બલે જણાવ્યું હતું કે ધર્મ અને લિંગના ભેદભાવ વગર એકસમાન કાયદો ઘડવો કે નહીં તે સરકારે નક્કી કરવાનું છે. કોર્ટે આ મામલકે પ્રાથમિક આદેશ પણ ન જારી કરવો જોઇએ, કારણ કે તે સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે.

સર્વોચ્ચ અદાલત વિવિધ મુદ્દાઓ પર ધર્મ અને લિંગનો ભેદભાવ ન કરતાં હોય તેવા એકસમાન કાયદાઓ ઘડવા માટે સરકારને આદેશ આપવાની માગણી કરતી અરજીઓની સુનાવણી કરી રહી હતી.

LEAVE A REPLY

13 − five =