વિશ્વભરમાં યુએસ ડોલરનું વર્ચસ્વ હોવા છતાં ફોર્બ્સની વિશ્વના સૌથી મજબૂત ચલણની યાદીમાં કુવૈતી દિનારને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે, જ્યારે બહેરીનો દિનાર અને ઓમાનનો રિયાલ બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં અમેરિકાનો ડોલર છેક 10માં ક્રમે અને યુકેનો પાઉન્ડ છઠ્ઠા ક્રમે છે. ટોપ 10 કરન્સીમાં ભારતના રૂપિયાને સ્થાન મળ્યું નથી.

વિશ્વની ટોપ ટેન કરન્સીમાં અનુક્રમે કુવૈતી દિનાર, બહરાઇની દિનાર, ઓમાની રિયાલ, જોર્ડન દિનાર, જીબ્રાલ્ટર પાઉન્ડ, બ્રિટિશ પાઉન્ડ, કેમેન આઇલેન્ડ ડોલર, સ્વિસ ફ્રાન્ક, યુરો અને અમેરીકી ડોલરનો સમાવેશ થાય છે.

ઓમાનનું રિયાલ એક પાવરફૂલ કરન્સી છે, જેની વેલ્યૂ 2.60 ડોલર અથવા 215 રૂપિયા થાય છે. જોર્ડનના એક દિનારને ખરીદવા માટે ભારતના 117.10 રૂપિયાની જરૂર પડે છે. એટલે કે જોર્ડનના એક દિનારની વેલ્યૂ 1.14 ડોલર છે. જિબ્રાલ્ટરના પાઉન્ડની કિંમત 105 રુપિયા અથવા 1.27 ડોલર છે.

ફોર્બ્સે જણાવ્યું કે યુએસ ડોલર સૌથી વધારે ટ્રેડ કરવામાં આવતી ગ્લોબલ કરન્સી છે અને તે પ્રાઈમરી રિઝર્વ કરન્સી તરીકે તેની વેલ્યૂ જાળવી રાખે છે. ડોલરની આટલી બધી લોકપ્રિયતા હોવા છતાં તે સૌથી સોલિડ કરન્સીમાં 10મા ક્રમ પર છે.

કુવૈતનો દિનાર છેક 1960માં ચલણમાં આવ્યો હતો.  જે દેશની આર્થિક સ્થિરતા વધારે હોય તેનું ચલણ પણ મજબૂત હોય છે. કુવૈત પણ આર્થિક સ્થિરતાની બાબતમાં બધા કરતા આગળ દેશ ગણાય છે. કુવૈત પાસે પુષ્કળ પ્રમાણમાં ક્રૂડ ઓઈલનો જથ્થો છે અને તે ટેક્સ ફ્રી સિસ્ટમ ધરાવતો દેશ છે જેમાં રોકાણ કરવા માટે દુનિયાની ટોચની કંપનીઓ ઉત્સુક રહે છે. આ કારણથી દિનાર સૌથી વધુ મજબૂત છે.

યુનાઈડેટ નેશન્સ દ્વારા કુલ 180 કરન્સીને માન્યતા આપવામાં આવી છે. કોઈ પણ દેશ આર્થિક રીતે મજબૂત હોય ત્યારે તેના ચલણની વેલ્યૂ વધારે હોય છે. એટલું જ નહીં તે ચલણમાં મોટા ઉતારચઢાવ પણ આવતા નથી કારણ કે તે દેશ સ્થિર હોય છે.

LEAVE A REPLY

1 × two =