Mamata Banerjee in West Bengal
ફાઇલ ફોટો REUTERS/Amit Dave

લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામતની જોગવાઈ કરતાં બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી હતી.. આની સાથે આ બિલ હવે કાયદો બન્યું છે. શુક્રવારે જારી કરાયેલા કાયદા મંત્રાલયના નોટિફિકેશન મુજબ રાષ્ટ્રપતિએ ગુરુવારે તેમની સંમતિ આપી હતી. હવે તે સત્તાવાર રીતે બંધારણીય (106મો સુધારો) ધારા તરીકે ઓળખાશે.

જોકે ભારતમાં મહિલા અનામતનો અમલ 2029 પછી થવાની ધારણા છે. તેની જોગવાઈ મુજબ કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન બહાર પાડે ત્યારે તે અમલી બનશે. આ મહિનાની શરૂઆતમાં સંસદના વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાયદાને “નારી શક્તિ વંદન અધિનિયમ” તરીકે વર્ણવ્યો હતો. બંધારણ સુધારો બિલ લોકસભા અને રાજ્યસભાએ સર્વસંમતિથી પસાર કર્યું હતું.

LEAVE A REPLY

twenty + 9 =