સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાવાઈરસનું સંક્રમણ હાલ કમ્યુનિટી લેવલ પર પહોંચ્યું છે, તે લોકલ લેવલ પર ટ્રાન્સમિટી થઈ રહ્યું છે. મંત્રાલયના સંયુક્ત સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે સમાજના દરેક વ્યક્તિએ સહયોગ કરવાનો રહેશે નહિતર અત્યાર સુધીમાં સંક્રમણને રોકવાના જે પણ પગલા લેવામાં આવ્યા છે, તે બધા ઝીરો થઈ જશે.

તેમણે બધાને અપીલ કરી છે કે 100 ટકા અલર્ટ રહો અને દેશને આ બીમારીમાંથી મુક્ત કરવામાં તમારું યોગદાન આપો. તેમણે વધુમાં કહ્યું કે જો તમને શંકા છે કે તમને સંક્રમણ છે તો તેને છુપાવશો નહિ. ગભરાવવાની જરૂરિયાત નથી. પ્રિયંકા ગાંધીએ મજૂરો પર સેનેટાઈઝનો સ્પ્રેનો છંટકાવ રહેલા લોકો માટે વાંધો ઉઠાવતું ટ્વીટ કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેને શેર કરતા વાંધો ઉઠાવી તેને અમાનવીય ગણાવ્યું હતું ‘યૂપી સરકારને અપીલ છે કે આપણે બધા મળીને આ આપત્તિ સામે લડી રહ્યા છીએ પણ કૃપા કરીને આવા અમાનવીય કામ ન કરશો’.

કોરોના વાઈરસના આજે 53 નવા કેસ સામે આવ્યા છે. તમિલનાડુમાં 17, મહારાષ્ટ્રમાં 12, મધ્યપ્રદેશમાં 8, ગુજરાતમાં 6, જમ્મુ-કાશ્મીરમાં 3, આંધ્રપ્રદેશમાં 2, જ્યારે રાજસ્થાન, પંજાબ, પશ્વિમ બંગાળ, ચંદીગઢ અને આંદામાન-નિકોબારમાં 1-1 સંક્રમિત મળ્યા છે. . હવે કુલ સંક્રમિતોની સંખ્યા 1202 થઈ ગઈ છે. સાથે જ 35 લોકોના મોત થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

સરકારના આંકડાઓમાં હાલ સંક્રમિતોની સંખ્યા 1024 થઈ ગઈ છે. જેમાંથી 95 સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા બે દિવસોમાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 116 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા શનિવારે 143 અને શુક્રવારે સૌથી વધારે 151 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સાથે જ ઈન્દોરમાં દેશનું સૌથી સખત લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં પેટ્રોલ પમ્પ સિવાય બધું બંધ રહેશે અને જો કોઈ બહાર નીકળશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.