મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સોમવાર, 15 ફેબ્રુઆરીએ મજૂરોને લઇને જતી ટ્રક ઊંઘી વળી જતાં 15 લોકોના મોત થયા હતા અને બે મજૂરો ઘાયલ થયા હતા. આ ટ્રકમાં 21 લોકો સવાર હતા. (PTI Photo)

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સોમવાર, 15 ફેબ્રુઆરીએ મજૂરોને લઇને જતી ટ્રક ઊંઘી વળી જતાં 15 લોકોના મોત થયા હતા અને બે મજૂરો ઘાયલ થયા હતા. આ ટ્રકમાં 21 લોકો સવાર હતા.

પોલીસે જણાવ્યું હતું કે સોમવારની વહેલી સવારે યવલ તાલુકાના કિંગાંવ ગામ પાસે પપૈયા ભરેલી ટ્રક પલ્ટી ખાવાના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 મજૂરો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. આ સાથે ટ્રકને રોડ પરથી ખસેડવાની કામગીરી પણ આરંભવામાં આવી હતી.