ફ્લોરિડામાં થયેલ જીવલેણ અકસ્માત ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ વચ્ચે વિવાદનો કેન્દ્ર બન્યો હતો. સેમી-ટ્રક ડ્રાઇવરે ફ્લોરિડા ટર્નપાઇક પર ગેરકાયદેસર યુ-ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે ટ્રેલર મિનિવાન સાથે અથડાયું હતું અને 3 લોકોના મોત થયા હતાં. ટ્રક ડ્રાઇવરની ઓળખ ભારતીય શીખ હરજિંદર સિંહ તરીકે થઈ હતી.
હરજિંદર સિંહ અમેરિકામાં ગેરકાયદે રહેતા હોવા છતાં તેમને કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ મેટર વ્હિકલ (DMV)એ કોમર્શિયલ ડ્રાઇવરનું લાઇસન્સ આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. આનાથી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ને કેલિફોર્નિયાના ગવર્નર પર પ્રહાર કરવાનો નવો દારુગોળો મળ્યો હતો. ડિપાર્ટમેન્ટે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે “ગેવિન ન્યૂસમ અમેરિકન જનતાની સલામતી સાથે રમત રમવાનું બંધ કરે તે પહેલાં કેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થશે?”DHS જાહેર જનતાનું રક્ષણ કરવા અને ગુનેગાર ગેરકાયદેસર વિદેશીઓને અમેરિકામાંથી બહાર કાઢવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. જોકે,ન્યુસમની પ્રેસ ઓફિસે દાવો કર્યો હતો કે સિંહ અમેરિકામાં પ્રવેશ્યા ત્યારે ટ્રમ્પ પ્રેસિડન્ટ હતાં.
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીય નાગરિકને કેલિફોર્નિયાના કહેવાતા ‘અભયારણ્ય રાજ્ય’એ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યું હતું. ગવર્નરની બેદરકારીભરી નીતિઓ દરરોજ અમેરિકન નાગરિકોના જીવનને જોખમમાં મૂકે છે
