ભારતની અગ્રણી ફાર્મા કંપની ઓરોબિંદો ફાર્મા પ્રાગ સ્થિત જેનેરિક ફાર્મા કંપની ઝેન્ટીવાને $5-5.5 બિલિયન (રૂ.43,500-47,900 કરોડ)માં એડવેન્ટ ઇન્ટરનેશનલ પાસેથી હસ્તગત કરવા માટે અગ્રણી દાવેદાર તરીકે ઉભરી આવી છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે કંપની યુરોપની ફાર્મા ક્ષેત્રમાં તેની હાજરીમાં વધારો કરવા માટે આ હિચચાલ કરી રહી છે.
જો આ સોદા થશે તો તે કોઈ પણ ભારતીય ફાર્મા કંપની દ્વારા દેશ અને વિદેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો એક્વિઝિશન સોદો હશે. અગાઉ 2014માં રેનબેક્સીમાં ડાઇચી સાન્ક્યોએ 3.2 બિલિયન ડોલર અને બાયોકોન બાયોજિક્સે 3.3 બિલિયન ડોલરનો સોદો કર્યો હતો.
જોકે આ મીડિયા અહેવાલ અંગે સ્પષ્ટતા કંપની 20 ઓગસ્ટે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે પ્રાગ સ્થિત જેનેરિક દવા ઉત્પાદક ઝેન્ટીવાને ખરીદવાના અહેવાલો ‘અકાળ’ છે, અને કંપની દ્વારા કોઈ બંધનકર્તા કરાર કરવામાં આવ્યો નથી. હાલમાં કંપનીના ડિરેક્ટર બોર્ડ દ્વારા ઉપરોક્ત અહેવાલમાં ઉલ્લેખિત ટ્રાન્ઝેક્શનના સંબંધમાં કોઈ બંધનકર્તા કરાર અથવા ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે મુજબ, ઉપરોક્ત સમાચાર અકાળ છે અને તેના પર આધાર રાખવો જોઈએ નહીં
ઝેન્ટીવાને ખરીદવાની રેસમાં અમેરિકા સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી કંપની GTCR પણ સામેલ છે. પીઇ કંપનીના એક એક્ઝિક્ટિવે જણાવ્યું હતું કે બંધનકર્તા ઓફરો થોડા અઠવાડિયા પહેલા સબમિટ કરવામાં આવી હતી અને ચર્ચાઓ આગળના તબક્કામાં પહોંચી ગઈ છે
