file photo Getty Images)

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ડિપ્લોમેટ ગીતા પાસીની ઇથીઓપિયામાં રાજદૂત તરીકે નિમણૂક કરી છે. તાજેતરમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી, તેઓ અત્યારે આફ્રિકન બાબતોના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી છે. 58 વર્ષના ગીતા પાસી યુએસ સીનિયર ફોરેન સર્વિસનાં સભ્ય છે અને તેમણે અગાઉ અમેરિકન એમ્બેસડર તરીકે ચાડ અને જિબુટીમાં કામ કર્યું છે.

તેઓ નવી દિલ્હીમાં અમેરિકન એમ્બેસીમાં અને ઢાકામાં અમેરિકન મિશનના વાઇસ પ્રેસિડેન્ટના પોલિટિકલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશ બાબતોના કાર્યાલયમાં ડેસ્ક ઓફિસર તરીકે પણ કામ કર્યું છે. તેઓ 1988થી અમેરિકન ફોરેન સર્વિસીઝ સાથે જોડાયેલા છે. તેમણે ડ્યૂક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો છે.