અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડો બાઇડેને એક જાહેર કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની ઝાટકણી કાઢી હતી. ગત ગુરુવારે રાત્રે શિકાગોમાં નેશનલ બાર એસોસિએશનના સેન્ટેનિઅલ કન્વેન્શનમાં બાઇડેને તેમના અનુગામી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા હતા. બાઇડેને તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ‘મને ગર્વ છે કે મેં નિમણૂક કરેલા ન્યાયમૂર્તિઓએ સ્વતંત્ર, ન્યાયી અને નિષ્પક્ષ રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેઓ કાયદાના નિયમનું સન્માન કરે છે અને બંધારણને જાળવી રાખે છે. હું એવું પણ ઈચ્છું છું કે, એક્ઝિક્યુટિવ બ્રાંચ માટે પણ આવી જ વાત કહી શકું.’ 82 વર્ષીય બાઇડેને જણાવ્યું હતું કે, ટ્રમ્પ ‘બંધારણને તોડવાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.’ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બાઇડેને કહ્યું હતું કે, ‘આ એવી ક્ષણો છે, જેણે આપણને આપણા વિશે, આપણી સંસ્થાઓ અને લોકશાહી અંગેની કઠોર હકીકતનો સામનો કરવા મજબૂર કર્યા છે.’

LEAVE A REPLY