અમેરિકામાં તાજેતરમાં થયેલા એક એક નવા સર્વેમાં જણાયું હતું કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં દેશની અર્થવ્યવસ્થા બગડી રહી છે. ટ્રમ્પ 2024માં બીજી વખત પ્રેસિડેન્ટ પદની ચૂંટણી વિજેતા થયા હતા. તેમને એ ચૂંટણીમાં એ જ મુદ્દાઓને આધારે સમર્થન મળ્યું જેના દ્વારા તેઓ પ્રથમ ચૂંટણીમાં પણ વિજેતા થયા હતા. દેશના મતદારોમાં ઇમિગ્રેશન અને અર્થતંત્ર અંગેની ચિંતાઓ વ્યાપી હતી. જોકે, તેમને બાઇડેનના કેમ્પેઇનથી મુખ્ય પ્રોત્સાહન મળ્યું હતું. પરંતુ તાજેતરમાં ટાઇમ્સ ઓફ લંડન-યુગોવના જાહેર થયેલા સર્વેમાં, પ્રેસિડેન્ટ ટ્રમ્પની ટેરિફ અંગેની નીતિ તેમની સ્વીકૃતિ-લોકપ્રિયતાના આંકડાને ઘટાડતા સૌથી મોટા પરિબળોમાં સ્થાન ધરાવે છે. આ સર્વેમાં 48 ટકા જેટલા અમેરિકનોએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની પ્રથમ છ મહિનાની કામગીરીને નબળી કહી હતી, જ્યારે ફક્ત 21 ટકા લોકોએ તેને ખૂબ જ સારી, 16 ટકા લોકોએ તેને સારી અને 11 ટકા લોકોએ તેને વાજબી ઠેરવી હતી. ભલે વ્હાઇટ હાઉસ ઘણા મહિનાઓથી અમેરિકાના ‘સુવર્ણ યુગ’ અંગે જાહેરાત કરતું હોય પરંતુ ટેરિફના મુખ્ય મુદ્દે ટ્રમ્પ સ્પષ્ટ રીતે બદનામ થઇ રહ્યા છે. સર્વેમાં દર દસમાંથી ચાર અમેરિકનો કહે છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ દેશને ગરીબ બનાવશે અને આર્થિક વિકાસને ધીમો પાડશે. ફક્ત 26 ટકા લોકો વ્હાઇટ હાઉસની એ દલીલને સ્વીકારે છે કે, આ નીતિના કારણે દેશમાં ઝડપથી આર્થિક સમૃદ્ધિ આવશે.

LEAVE A REPLY