ટ્રમ્પ
REUTERS/Dado Ruvic/Illustration/File Photo

નોકરીદાતાઓ અને ધાર્મિક સંગઠનનો એક ગઠબંધને નવા H-1B વિઝા પર $100,000 ફી લાદવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને સાન ફ્રાન્સિસ્કોમાં ફેડરલ કોર્ટમાં શુક્રવારે પડકાર્યો હતો.

આની સાથે વિદેશી પ્રોફેશનલ્સ માટેના એચ-૧બી વિઝાની ફી ૧,૦૦૦ ડોલરથી વધારીને ૧ લાખ ડોલર કરવાના નિર્ણય મુદ્દે અમેરિકામાં કાયદાકીય લડાઈ ચાલુ થઈ હતી. અનેક ટ્રેડ યુનિયનો, એમ્પ્લોયર અને ધાર્મિક સંગઠનોના એક ગઠબંધને સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં અરજી કરીને આ આદેશનો અમલ રોકવા માગ કરી હતી. આ અરજદારોમાં યુનાઈટેડ ઓટો વર્કર્સ યુનિયન, અમેરિકન એસોસિએશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ, નર્સ ભરતી એજન્સી અને અનેક ધાર્મિક સંગઠનોનો સમાવેશ થાય છે.

અરજદારાઓ દલીલ કરી છે કે કાયદા દ્વારા બનાવાયેલા વિઝા કાર્યક્રમમાં આ રીતે ફેરફાર કરવાનો અથવા નવી ફી વસૂલવાનો ટ્રમ્પન અધિકાર નથી. અમેરિકન બંધારણ મુજબ ટેક્સ અથવા ચાર્જ લગાવવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે. ટ્રમ્પ સરકારની આ યોજનાએ ‘એમ્પ્લોયર, કામદારો અને ફેડરલ એજન્સીઓને અરાજકતાની સ્થિતિમાં નાંખી દીધા છે.

મીડિયા રિપોર્ટ મુજબ અરજદારોએ જણાવ્યું હતું કે આ ફેરફાર એમ્પ્લોયરને ચૂકવણી માટે મજબૂર કરે છે અથવા રાષ્ટ્રીય હિતો હેઠળ છૂટ માગે તો ભ્રષ્ટાચારનો રસ્તો ખુલી જાય છે. એચ-૧બી કાર્યક્રમ આરોગ્ય સેવા કર્મચારીઓ અને શિક્ષકોની નિમણૂકનો મહત્વપૂર્ણ માર્ગ છે. તે અમેરિકામાં ઈનોવેશન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે અને એમ્પ્લોયરને વિશેષ ક્ષેત્રમાં ખાલી જગ્યા ભરવાની તક પૂરી પાડે છે. અરજદારોએ ટ્રમ્પના આદેશ પર તાકીદે સ્ટે મૂકવા માગ કરી છે.

LEAVE A REPLY