(istockphoto.com)

સલીમ અને કરીમ જાનમહોમ્મદના નેતૃત્વ હેઠળના કરાલી ગ્રુપે કોટ રેસ્ટોરન્ટ ગ્રુપ ખરીદવાનો સોદો કર્યો હતો. કોટના પ્રાઇવેટ ઇક્વિટી માલિક પાર્ટનર્સ ગ્રુપ વેચાણ કરવાને બદલે વ્યવસાયમાં નવી મૂડી લાવવાની વિચારણા કરી હતી. પરંતુ હવે ગ્રુપનું વેચાણ કર્યું છે. જોકે આ સોદાની નાણાકીય વિગતો જાહેર કરાઈ ન હતી.
કોટ બ્રાન્ડના વેચાણની ચર્ચા ઉનાળામાં શરૂ થઈ હતી. તે સમયે આ કેઝ્યુઅલ ડાઇનિંગ બિઝનેસના ભવિષ્ય માટે વિકલ્પો પર વિચાર કરવા માટે સલાહકારોની નિમણૂક કરાઈ હતી.

વેચાણની ડીલ અંગે કોટના ચીફ એક્ઝિક્યુટિવ એમ્મા ડિનિસે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે મેં તેજસ્વી કોટ ટીમને એક એવા વેચાણ તરફ દોરી છે, જે તમામ માટે સકારાત્મક છે. આ ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે, પરંતુ અમારા લોકોની તાકાત અને સ્પષ્ટ દ્રષ્ટિકોણથી, મને વિશ્વાસ છે કે અમે કોટ દરેકની પ્રિય ફ્રેન્ચ સ્ટાઇલની રેસ્ટોરન્ટ બની રહેશે. એક સ્વાદિષ્ટ નવા મેનુ અને ભવિષ્ય માટે રોમાંચક યોજનાઓ સાથે અમે આ બ્રાન્ડના પરિવર્તન અને વિકાસને સુનિશ્ચિત કરીશું.

કરીમ અને સલીમ જાનમહોમ્મદે જણાવ્યું હતું કે “અમે લાંબા સમયથી ખૂબ જ પ્રિય કોટ બ્રાસેરીની પ્રશંસા કરીએ છીએ અને અમારા વિકસતા પોર્ટફોલિયોમાં આ શાનદાર બ્રાન્ડનું સ્વાગત કરતાં રોમાંચિત છીએ. અમે બ્રાન્ડ માટેની આકર્ષક યોજનાઓ પર મેનેજમેન્ટ અને વ્યાપક ટીમ બંને સાથે કામ કરવા અને કરાલી પરિવારમાંના તમામનું વ્યક્તિગત રીતે સ્વાગત કરવા માટે આતુર છીએ. અમે ફ્રીથ્સ અને પીકેએફ સ્મિથ કૂપરના અમારા વિશ્વસનીય સલાહકારોનો આભાર માનીએ છીએ.”

કરાલી ગ્રુપ એક પરિવારની માલિકીનો ફ્રેન્ચાઇઝ બિઝનેસ છે, જેનું નેતૃત્વ સલીમ અને કરીમ જાનમોહમ્મદ કરે છે.તે ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ, કેઝ્યુઅલ ડાઇનિંગ અને કાફે ક્ષેત્રોમાં ફ્રેન્ચાઇઝી ચલાવે છે અને 2022માં બર્ગર કિંગની સૌથી મોટી યુકે ફ્રેન્ચાઇઝી હતી.

કોટની સ્થાપના 2007માં થઈ હતી, અને તેની પ્રથમ સાઇટ લંડનના વિમ્બલ્ડનમાં ખુલી હતી. પાર્ટનર્સ ગ્રુપે 2020માં કોરોના મહામારી દરમિયાન કોટને £55 મિલિયનમાં વહીવટીતંત્ર પાસેથી હસ્તગત કર્યું હતું, આ ચેઇન હાલમાં લગભગ 70 યુકે રેસ્ટોરન્ટ ધરાવે છે.

LEAVE A REPLY