વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વીટરની ની સંચાલક કંપની ટ્વીટર ઇન્ક.માં 9.2% હિસ્સો ખરીદ્યો છે.

સોમવારે ટ્વિટર દ્વારા યુએસ શેરબજારોને આ માહિતી આપવામાં આવી હતી. યુએસ માર્કેટ રેગ્યુલેટર યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપવામાં આવેલી માહિતી અનુસાર, ઇલોન મસ્કે ટ્વિટર ઇનકોર્પોરેશનના 7.35 મિલિયન શેર ખરીદ્યા છે. જે સોશિયલ મીડિયા કંપનીમાં 9.2%ની ભાગીદારી છે.જો કે, રેગ્યુલેટરે ફાઇલિંગમાં જણાવ્યું નથી કે મસ્કે ટ્વિટરના શેર કયા ભાવે ખરીદ્યા હતા. પરંતુ શુક્રવારના બંધ ભાવના આધારે, 9.2 ટકા શેરનું મૂલ્ય $2.89 બિલિયન થાય છે. ટ્વિટરની નીતિઓની ટીકા કરતા ટેસ્લાના સીઈઓએ તાજેતરમાં જ તેમના એક ટ્વિટમાં કહ્યું હતું કે ટ્વિટર અભિવ્યક્તિની સ્વતંત્રતાને અનુસરવામાં નિષ્ફળ રહ્યું છે.