આટલાન્ટામાં ગુજરાતી મૂળના બે શખ્સોની મલ્ટી-મિલિયન ડોલર ટ્રાન્સનેશનલ ટેલિફોન કૌભાંડમાં સંડોવણી જણાતા કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. ન્યૂયોર્કમાં વેલી સ્ટ્રીમના રહેવાસી 67 વર્ષીય પ્રદીપ પરીખ અને વર્જિનિયામાં લુઇસાના રહેવાસી 40 વર્ષીય અલ્પેશ પટેલે અમેરિકનો સાથે મિલિયન્સ ડોલરની છેતરપિંડી કરી હતી. આ કેસ અંગે યુએસ એટર્ની થીયોડોર એસ. હર્ટ્ઝબર્ગે જણાવ્યું હતું કે, ‘આ કૌભાંડનો અનેક લોકો ભોગ બન્યા હતા, જેમાં ઘણા વૃદ્ધ પણ હતા. તેમણે પીડિતોની મહેનતથી કમાયેલી બચતને લૂટવાની યોજના બનાવી હતી. જ્યૂરીએ જણાવ્યું હતું કે, પ્રદીપ પરીખ અને અલ્પેશ પટેલને હવે તેમના ગુના માટે જવાબદાર ઠેરવવામાં આવશે.’કોર્ટમાં રજૂ કરાયેલા આરોપનામા અને અન્ય માહિતી મુજબ 2022માં, પ્રદીપ પરીખ, અલ્પેશ પટેલ અને અન્ય આઠ લોકો પર અમેરિકનોને લક્ષ્યાંક બનાવીને ભારતમાં કોલ સેન્ટર કૌભાંડ ચલાવવાના, તેને પ્રોત્સાહન આપવાના અને નફો મેળવવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.

LEAVE A REPLY