પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટેક્સાસમાં બે ભારતીય-અમેરિકન ઉમેદવારોનો પોતપોતાની સિટી કાઉન્સિલની રનઓફ ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. બંને ઉમેદવારોના વિજયની સાથે ટેક્સાસમાં ભારતીય-અમેરિકન પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.

નિવૃત્ત એનર્જી એક્ઝિક્યુટિવ અને IIT દિલ્હીના સ્નાતક સંજય સિંઘલે સુગર લેન્ડના ડિસ્ટ્રિક્ટ-2માં સાથી ભારતીય-અમેરિકન નાસિર હુસૈન પર નિર્ણાયક વિજય મેળવ્યો હતો.

ફોર્ટ બેન્ડ કાઉન્ટીના બિનસત્તાવાર પરિણામો અનુસાર સિંઘલને 2,346 મત મળ્યાં હતાં, જ્યારે હુસૈનને 777 મત મળ્યા હતાં. શીખ-અમેરિકન અને શિક્ષણ સુધારક સુખ કૌરે સાન એન્ટોનિયોમાં જંગી વિજય મેળવીને પોતાની ડિસ્ટ્રિક્ટ-1 કાઉન્સિલ બેઠક જાળવી રાખી હતી. કૌર તેના પતિ અને બે બાળકો સાથે સાન એન્ટોનિયોમાં રહે છે. તેમણે 65 ટકા મતોથી પ્રતિસ્પર્ધી પેટી ગિબન્સને હરાવ્યા હતાં.

પારદર્શક શાસન, માળખાગત સુવિધાઓમાં સુધારો અને સમુદાય જોડાણના મુદ્દે પ્રચાર કરનારા સિંઘલે જણાવ્યું હતું કે “હું સમુદાયના સમર્થન માટે ખૂબ આભારી છું તથા પારદર્શિતા અને સમર્પણ સાથે સેવા આપવા તૈયાર છું. સાન એન્ટોનિયો સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલી પ્રથમ શીખ મહિલા કૌરે પોતાના ચૂંટણી અભિયાનમાં સસ્તા આવાસ, જાહેર પરિવહન વિસ્તરણ અને શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

LEAVE A REPLY