ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શુક્રવાર, 25 જુલાઇએ પુરપાર ઝડપથી જતા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV)એ બે ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારતા બે લોકોના મોત થયાં હતા અને ત્રણ અન્ય ઘાયલ થયાં હતાં. એયુવીનો ડ્રાઇવર નશાની હાલતામાં હતો અને વ્હિકલ પર કાબુ ગુમાવ્યો હતો.
ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે આ અકસ્માત સવારે ૧૦.૪૦ વાગ્યાની આસપાસ રાંદેસણ વિસ્તારમાં બન્યો હતો. અકસ્માતમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતાં, જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતાં. પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી અને તે નશામાં કે ડ્રગ્સનું સેવન કર્યું હતું તેની મેડિકલ તપાસ ચાલુ કરી હતી.
મૃતકોની ઓળખ મોટરસાઇકલ ચલાવતા નીતિન વ્હીલર (63) અને રાહદારી હંસાબેન વાઘેલા (56) તરીકે થઈ હતી. એક મહિલા સહિત ત્રણ અન્ય ઘાયલોની સારવાર ચાલુ કરાઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આરોપી સર્વિસ રોડ પર બેદરકારીપૂર્વક અને તેજ ગતિએ SUV ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તેને પોલીસને સોંપી દીધો હતો.
