અમદાવાદમાં ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૬માં સૌથી મોટા ‘ફૂલ મંડલા’ અને સૌથી મોટા ‘ફૂલ પોટ્રેટ’ માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ શોની પ્રશંસા કરી અને તેને મનમોહક ગણાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ભારત એક ગાથા થીમ આધારિત શોમાં સૌથી મોટા ‘ફૂલ મંડલા’ અને સૌથી મોટા ‘ફૂલ પોટ્રેટ’ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. વિશ્વના સૌથી મોટા ફૂલ મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફૂલોના ચિત્ર સાથે, અમદાવાદ ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વિશ્વ રેકોર્ડની હેટ્રિક (ગિનીસ બુક) નોંધાવી હતી.
૨૦૨૪માં વિશ્વની સૌથી લાંબી ફ્લાવર સ્ટ્રક્ચર અને ૨૦૨૫માં વિશ્વની સૌથી મોટી ફૂલોનો ગુલદસ્તો બનાવીને અમદાવાદ ફ્લાવર શોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આયોજિત આ ફ્લાવર શો વિશ્વ ધરોહર શહેર અમદાવાદને વૈશ્વિક મંચ પર એક અલગ ઓળખ આપી રહ્યો છે. આ ફ્લાવર શો ફક્ત ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક વારસો, રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની સર્જનાત્મક શક્તિનો ભવ્ય ઉજવણી છે.













