UK economy avoids recession: 0.1 percent growth in Q4
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

તા. 31ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ડેટા દર્શાવે છે કે યુકેની અર્થવ્યવસ્થા પાછલા વર્ષના ચોથા ક્વાર્ટરમાં વિસ્તરી છે. ટ્રાવેલ એજન્સીઓમાં વધેલી વ્યાપારી પ્રવૃત્તિ અને વધતા એનર્જી બીલને સંચાલિત કરવા માટે સરકારની સહાય દ્વારા અપાયેલો ટેકો આ વૃદ્ધિ માટે જવાબદાર છે. આને કારણે દેશને મંદી ટાળવામાં મદદ થઇ હતી.

અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન આર્થિક ઉત્પાદનમાં 0.1 ટકાનો વધારો થયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે 2022ના અંતિમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં કોઈ વૃદ્ધિ થઈ નથી. બ્રિટનનું પ્રભુત્વ ધરાવતા સર્વિસ સેક્ટરમાં 0.1 ટકાનો વધારો થયો છે, જે ટ્રાવેલ એજન્ટ્સ માટે લગભગ 11 ટકાના ઉછાળાથી વધ્યો છે. મેન્યુફેક્ચરિંગમાં 0.5 ટકાનો, બાંધકામમાં 1.3 ટકાનો વધારો થયો છે. તો ડોમેસ્ટિક સેવિંગ્સમાં વધારો થયો છે. સતત ચાર ત્રિમાસિક ગાળામાં નકારાત્મક વૃદ્ધિ બાદ પરિવારોની હાઉસહોલ્ડ ડિસપોઝેબલ ઇન્કમમાં 1.3 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

3 × 3 =