દક્ષિણ આફ્રિકામાં પહેલાં ઓળખાયેલા અને પછી બ્રિટનમાં પણ પ્રસરેલા કોરોનાના નવા સ્ટ્રેઇનના ફેલાવાની ચિંતાના કારણે બ્રિટને યુએઇ, બુરૂન્ડી, રવાન્ડાથી આવતી ફલાઇટો બંધ કરી છે. આ રીતે વિશ્વના સૌથી વ્યસ્ત રૂપ દુબઇ – લંડન વચ્ચેની ફલાઇટો બંધ કરાઇ છે.

એમિરેટ્સ અને ઇતિહાદ એરવેઝની વેબસાઇટો ઉપર યુ. કે. માટેની તમામ ફલાઇટ્સ શુક્રવારથી બંધ રહેવાની માહિતી અપાઇ હતી. આના પગલે બુકીંગ કરાવનારા પ્રવાસીઓને એરપોર્ટ જવાના બદલે તેમની એરલાઇનોનો સંપર્ક સાધવાની સલાહ અપાઇ હતી. યુ.કે. ટ્રાન્સપોર્ટ વિભાગે યુએઇમાંના બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પાછા ફરવું હોય તો આડકતરા રૂટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

યુએઇ – બ્રિટન રૂટ બંધ થતાં ઓસ્ટ્રેલિયન સરકારે જરૂર પડે તો બ્રિટનથી વધુ ચાર્ટર ફલાઇટો દ્વારા પોતાના નાગરિકોને પાછા લાવવાની તૈયારી કરી હતી. હાલમાં કતાર, એએનએ કે સિંગાપોર એરલાઇનના વિકલ્પો છે.