(istockphoto)

બ્રિટનની સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટ વીરાસામી ની માલિકી ધરાવતી કંપનીને એક કેનેડિયન પ્રાઇવેટ ઇક્વિટી હાઉસ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ હાલમાં ક્રાઉન એસ્ટેટ સાથે કાયદાકીય લડાઈમાં ફસાયેલી છે, અને આ સંપાદન દ્વારા આ જૂથ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવા માંગે છે.

વીરાસામી તેમજ ‘ચટણી મેરી’, ‘અમાયા’ અને ‘મસાલા ઝોન’ જેવી અન્ય રેસ્ટોરન્ટ ચેઇન્સની માલિકી ધરાવતી કંપની MW Eat ને ટોરોન્ટો સ્થિત ફેરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ દ્વારા અજ્ઞાત રકમમાં ખરીદી લેવામાં આવી છે.

મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટ વીરાસામી 1926 થી પિકાડિલી સર્કસ પાસેના વિક્ટરી હાઉસમાં આવેલી છે અને વર્ષોથી ચાર્લી ચેપ્લિન અને મહાત્મા ગાંધી સહિતના હાઈ-પ્રોફાઇલ મહેમાનોને સેવા આપી ચૂકી છે.

તેના મકાનમાલિક મિલકત પાછી લેવા માંગતા હોવાથી રેસ્ટોરન્ટ બંધ થવાના ખતરા હેઠળ છે. ક્રાઉન એસ્ટેટ મેનેજમેન્ટે ગયા ઉનાળામાં જણાવ્યું હતું કે તે વીરાસામીનો લીઝ રિન્યૂ નહીં કરે કારણ કે તેઓ બિલ્ડિંગના ઉપરના માળ પરની ઓફિસો માટે ગ્રાઉન્ડ ફ્લોર રિસેપ્શન એરિયાનું વિસ્તરણ કરવા માંગે છે.

કાયદાકીય કાર્યવાહીને કારણે, વીરાસામી, જેનો લીઝ જૂનના અંતમાં સમાપ્ત થઈ ગયો હતો, તે આગામી વસંત અથવા ઉનાળાની શરૂઆતમાં સુનાવણી યોજાય ત્યાં સુધી સ્થળ પર પોતાનો વેપાર ચાલુ રાખશે.

LEAVE A REPLY