પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગયા વર્ષના અંતમાં જાપાન અણધારી રીતે મંદીમાં સપડાયું હતું. તેનાથી વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રનું બિરુધ પણ ગુમાવ્યાં છે. હવે જર્મની ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. જાપાનમાં અણધારી મંદીને કારણે તેની સેન્ટ્રલ બેન્ક અલ્ટ્રા-લૂઝ મોનેટરી પોલિસી ક્યારે બંધ કરશે તે અંગે પણ આશંકા ઊભી થઈ હતી.

જાપાનની નોમિનલ જીડીપી 2023માં $4.21 ટ્રિલિયન રહી હતી, આની સામે જર્મનીનું ઇકોનોમી  $4.46 ટ્રિલિયનનું છે. ગુરુવારે સરકારી ડેટામાં જણાવ્યું હતું કે જાપાનની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળામાં વાર્ષિક 0.4% ઘટાડો થયો હતો. અગાઉના ક્વાર્ટરમાં જીડીપીમાં 3.3 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. જો કોઈપણ દેશના અર્થતંત્રમાં સતત બે ક્વાર્ટર સુધી ઘટાડો થાય તો તેને ટેકનિકલ મંદી ગણવામાં આવે છે.

મૂડીઝ એનાલિટિક્સના વરિષ્ઠ અર્થશાસ્ત્રી સ્ટીફન એન્ગ્રીકે જણાવ્યું હતું કે જીડીપીમાં સતત બે ક્વાર્ટર ઘટાડો અને સ્થાનિક માંગમાં સતત ત્રણ ક્વાર્ટરનો ઘટાડો રાબ સમાચાર છેs Analytics.

જાપાન હાલમાં નબળા ચલણ, વધતી ઉંમર અને ઘટતી વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. અગાઉ 2010માં ચીનની અર્થવ્યવસ્થાના વિકાસને કારણે જાપાન બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું. અમેરિકાની અર્થવ્યવસ્થા વિશ્વમાં પ્રથમ ક્રમે છે.

LEAVE A REPLY

three × 2 =