વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી કેવડિયા એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિડિયો કોન્ફરિંગ મારફત ગુજરાત સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. હવે વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઇ અને પ્રતાપનગરથી ટ્રેન મારફત સ્ટ્રેચ્યૂ ઓફ યુનિટી જઈ શકાશે.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે આ ટ્રેનોથી આદિવાસી વિસ્તારમાં પ્રવાસનને વેગ મળશે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાથેના રેલવે જોડાણમાં વધારો થશે.

અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટા ડોમ ટુરિસ્ટ કોચની સુવિધા છે. તેમાં રૂફટોપ ગ્લાસ સાથે વિશાળ વ્યૂઇંગ એરિયાની વ્યવસ્થા છે. આ પ્રસંગે મોદીએ દાભોલ-ચાંદોદ કન્વર્ટેડ બ્રોડ ગેજ રેલવે લાઇન, ચાંદોદ કેવડિયા ન્યૂ બ્રોડ ગેજ રેલવે લાઇન સહિતની સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કર્યું હતું.