ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે શનિવારે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને વેક્સિન આપવામાં આવી હતી. (PTI Photo)

ભારતમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે શનિવારે આશરે 1.91 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. દેશમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 21,291 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પ્રથમ દિવસે ગુજરાતમાં 10,787ને વેક્સિન આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર આંધ્રપ્રદેશમાં 18,412, મહારાષ્ટ્રમાં 18,328, બિહારમાં 18,169, ઓડિશામાં 13,746, કર્ણાટકમાં 13,594, ગુજરાતમાં 10,787, રાજસ્થાનમાં 9,279, પશ્ચિમ બંગાળમાં 9,730, મધ્યપ્રદેશમાં 9,219 અને કેરળમાં 8,062 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ ઉપરાંત છત્તીસગઢમાં 5,589, હરિયાણામાં 5,589, દિલ્હીમાં 4,319, તેલંગણામાં 3,528, આસામમાં 3,528, ઝારખંડમાં 3,096ને રસી આપવામાં આવી હતી.