કોરોનાના નવા કેસોમાં ઉછાળો ચાલુ રહ્યો હોવાથી ઉત્તરપ્રદેશને બુધવારે કોરોના ગ્રસ્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી (આરોગ્ય) અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આદેશ જારી કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ જાહેર આરોગ્ય અને રોગચાળા નિયંત્રણ ધારા, 2020ની કલમ 3 હેઠળ સમગ્ર રાજ્યને કોરોનાગ્રસ્ત જાહેર કરાયું છે.

વર્નરે આ સંદર્ભમાં જાહેરાત કરી છે, જે 31 માર્ચ 2022 સુધી અથવા વધુ આદેશ સુધી લાગુ રહેશે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશ સરકારે 25 ડિસેમ્બરથી રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂની પણ જાહેરાત કરી છે. લગ્ન સમારંભમાં આમંત્રિતોની સંખ્યા પર 200ની મર્યાદા લાદવામાં આવી છે.