ગુજરાતમાં રવિવાર, 28 સપ્ટેમ્બરે નવરાત્રીના અવસર પ્રસંગે 157 તાલુકામાં 4 ઇંચ સુધીના વરસાદથી ગરબાના રંગમાં ભગ પડ્યો હતો. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમા 4.17 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે દેડિયાપાડા 3.98, ઉમરપાડામાં (સુરત) 3.07, કપરાડા (વલસાડ)મા 3.07, ઉંમરગામ 3.03 વરસાદ પડ્યો હતો. ચોમાસાની વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.
નવરાત્રિમાં વરસાદ પડતા ઘણા વિસ્તારોમાં ગરબા રદ કરાયા હતાં. અમદાવાદ, વડોદરા અને સુરતમાં સાતમા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો. વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.
હવાવામાન વિભાગે પહેલી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી હતી. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે રવિવારે (28 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4.17 ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદાના દેડીયાપાડામાં 3.98 ઇંચ, સુરતના ઉમરપાડા અને વલસાડાના કપરાડા અને ઉમરગામમાં 3-3 ઇંચ, ભરૂચના ઝઘડિયા અને ભરૂચમાં અનુક્રમે 2.87 અને 2.83 ઇંચ, દાહોદના દેવગઢ બારિયા, ડાંગના સુબિર, સુરતના માંગ્રોલ, કામરેજ તાલુકામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
