(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડમાં ઓછી જોવા મળતી ઉર્વશી રૌતેલા અત્યારે તેની કારકિર્દીના એક મહત્ત્વના ફિલ્મ પ્રોજેક્ટમાં કામ કરી છે. જોકે, તેના ચાહકોની અને દર્શકોની સંખ્યા ઓછી થઇ નથી. તે અત્યારે આ ફિલ્મમાં જરૂરીયાત મુજબ રોલને ન્યાય આપવા માટે ખાસ પ્રકારની ટ્રેનિંગ લઇ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઉર્વશીએ તાજેતરમાં એક સંપૂર્ણ એક્શન ફિલ્મ સાઇન કરી છે અને તે તેના માટે માર્શલ આર્ટ શીખી રહી છે. ઉર્વશીએ આ બાબતે જણાવ્યું હતું કે, માર્શલ આર્ટ એક બહુ જ સરસ અને રસપ્રદ કળા છે. મને મારી નવી એકશન ફિલ્મ માટે આ નવી સ્કિલ ડેવલપ કરવાનો વિચાર ગમ્યો છે.

આ ઉપરાંત ઉર્વશી ટૂંક સમયમાં એક તમિલ ફિલ્મમાં જોવા મળશે, જેમાં તે એક માઇક્રોબાયોલોજિસ્ટનો રોલ ભજવી રહી છે. વધુમાં તે થ્રિલર ફિલ્મ બ્લેક રોઝ, થિરુપ પાયલ ટુની હિંદી રીમેક અને વેબસીરિઝ ઇન્સપેક્ટર અવિનાશમાં પણ જોવા મળશે.