પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં કોરોના વાઇરસથી એક જ દિવસમાં મંગળવારે 2,146 લોકોના મોત થયા હતા, જે મે પછીથી સૌથી વધુ દૈનિક મોત છે, એમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટામાં જણાવાયું હતું.

મંગળવારે થયેલા મોત સાથે અમેરિકામાં કોરોનાથી થયેલા મૃત્યુની કુલ સંખ્યા 2,59,925 થઈ છે, એમ સીએનએનના અહેવાલમાં જણાવાયું હતું. દેશમાં કોરાનાથી 2,000થી વધુ મોત થયા હોય તેવું આની સાથે 21મી વખત બન્યું છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર મંગળવારે અમેરિકામાં કોરોના વાઇરસના નવા 172,935 કેસ નોંધાયા હતા. તેનાથી દેશમાં કોરોનાના કન્ફર્મ કેસની સંખ્યા વધીને 12,591,163 થઈ હતી, જે વિશ્વમાં સૌથી વધુ છે.