(Photo by Spencer Platt/Getty Images)

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટના ઉમેદવાર જો બિડને ચેતવણી આપી હતી કે જો તેઓ ત્રણ નવેમ્બરની ચૂંટણીમાં વિજયી બનશે તો અમેરિકાની ચૂંટણીમાં દખલગીરી કરતાં દેશોએ આકરી કિંમત ચુકવવી પડશે. તેમણે ખાસ કરીને ચીન, રશિયા અને ઇરાનની કથિત દરમિયાનગીરીનો ઉલ્લેખ કર્યો હતો.

ગુરુવારની રાત્રે પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથેની છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન અમેરિકાની ચૂંટણીમાં વિદેશી દખલગીરીને રોકવા તે કેવા પગલાં લેશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જો તેઓ સત્તા પર આવશે તો આ દેશોએ તેની આકરી કિંમત ચુકવવી પડશે.
આ સપ્તાહે અમેરિકાના ટોચના ગુપ્તચર અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઇરાન અને રશિયા બંનેએ ચૂંટણીમાં દરમિયાનગીરી કરવા અમેરિકાના મતદાતાના રજિસ્ટ્રેશન અંગેની માહિતી મેળવી છે.