અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓ (ફાઇલ ફોટો) (Photo by DARKO BANDIC/POOL/AFP via Getty Images)

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા એમ ચાર દેશની ક્વેડ હેઠળની બીજી પ્રધાનસ્તરીય બેઠકમાં હાજરી આપવા જાપાનની મુલાકાત લેશે, પરંતુ મૂળ યોજના મુજબ મોંગોલિયા અને સાઉથ કોરિયાની મુલાકાતે જશે નહીં, એમ વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પોમ્પિઓ ચારથી આઠ ઓક્ટોબર દરમિયાન જાપાન, મોંગોલિયા અને સાઉથ કોરિયોની મુલાકાત લેવાના હતા. શનિવારે આપેલા નિવેદનમાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કે પોમ્પિઓ ઓક્ટોબરમાં ફરી એશિયાની મુલાકાત લે તેવી શક્યતા છે પોમ્પિઓ હવે 4થી 6 ઓક્ટોબરે ટોકિયોની મુલાકાત લેશે.

ભારત-ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના પ્રધાનોની બીજી બેઠક છ ઓક્ટોબરે ટોકિયોમાં યોજાશે. આ બેઠકમાં ચાર દેશોના વિદેશ પ્રધાનો કોરોના વાઇરસ પછીની આંતરરાષ્ટ્રીય સ્થિતિની ચર્ચા કરશે. ભારતના વિદેશ પ્રધાન જે જયશંકર આ બેઠકમાં હાજરી આપવા છથી સાત ઓક્ટોબરે જાપાન જશે.