અમેરિકન સરકારે H-1 B વિઝા ધારકો અને ગ્રીનકાર્ડ અરજદારોને કોરોનાવાયરસને કારણે 60 દિવસની છૂટ આપી છે. જોકે આ છૂટ ફક્ત તે જ લોકોને આપવામાં આવી છે જેમને દસ્તાવેજ રજૂ કરવાને કારણે નોટિસ આપવામાં આવી છે. અમેરિકામાં કોરોનાવાયરસના લીધે સ્થિતિ ગંભીર છે. દેશમાં 11 લાખથી વધુ સંક્રમિત છે, લગભગ 66 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ શનિવારે કહ્યું હતું કે, અરજદારોને 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો છે. છૂટમાં સમાવિષ્ટ કરાયેલા લોકોમાં, અરજદારો તેમના દસ્તાવેજો-પુરાવા જમા કરાવી શકશે, તેમની અરજીઓ પરત અથવા રદ્દ કરી શકશે.

અમેરિકન ઇમિગ્રેશન સર્વિસે પણ એક નિવેદનમાં કહ્યું છે કે અમે અમેરિકનોની નોકરી સુરક્ષિત કરવા માંગીએ છીએ. એપ્રિલમાં પણ અમેરિકન સરકારે H-1 B વિઝા ધારકો માટે વિઝા વધારવાનો નિર્ણય કર્યો હતો. સરકારે H-1 B વિઝા ધારકો પાસે અરજીઓની માંગ કરી હતી. જેમની વિઝા પરમિટો સમાપ્ત થઈ રહી છે અને આ લોકો કોરોનાને કારણે દેશ છોડી શક્યા નથી. આવા લોકોને રહેવા માટે વધારે સમય આપવામાં આવ્યો હતો.