પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં હેલ્થકેર ફ્રોડના કેસમાં એક ઇન્ડિયન અમેરિકન નર્સ પ્રેક્ટિશનરને 20 વર્ષની જેલ અને 52 મિલિયન ડોલરનું વળતર ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસ માટેના અમેરિકાના કાર્યકારી એટર્ની પ્રેરક શાહના જણાવ્યા અનુસાર 39 વર્ષીય ત્રિવિક્રમ રેડ્ડીને ઓક્ટોબર 2020માં વાયર ફ્રોડ કરવાના ષડયંત્રમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. રેડ્ડી સામે મેડિકેર અને પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર્સ સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતી અને 25મે સજા થઈ હતી.

કોર્ટના દસ્તાવેજ મુજબ નર્સ પ્રેક્ટિશનરનું લાઇસન્સ ધરાવતા રેડ્ડીએ મેડિકેર, બ્લૂ ક્રોસ બ્લૂ શિલ્ડ ઓફ ટેક્સાસ, એટના, યુનાઇટેડ હેલ્થકેર, હ્યુમન અને સિગ્ના સાથે કૌભાંડ કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું. રેડ્ડીએ છ ફિઝિશિયના નંબરનો ઉપયોગ કરીને દર્દીના બનાવટી બિલ બનાવ્યા હતા.

જૂન 2019માં ફેડરલ એજન્ટે રેડ્ડીના મેડિકલ ક્લિનિક્સની તપાસ કરતાં જણાયું હતું કે રેડ્ડીનો સ્ટાફ બનાવટી મેડિકલ રેકોર્ડ ઊભા કરતા હતી. આ પછી રેડ્ડીએ પોતાનું ક્લિનિક બંધ કર્યું હતું. તેના થોડા દિવસો પછી રેડ્ડી આશરે 55 મિલિયન ડોલરના વાયર ટ્રાન્સફર કર્યા હતા. આ નાણા બનાવટી હેલ્થકેર ક્લેમના નાણાના હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. રેડ્ડી ત્રણ મેડિકલ ક્લિનિક ચલાવતો હતો.